Name: Mrs. JAGRUTI DILIP SHAH

Designation: PRINCIPAL


Qualification: B.Sc., B.Ed.


Experience: 37 YEARS

આચાર્યા ની કલમે .......


મારું તન - મારી શાળા

મારું મન - મારી શાળા

મારું સમગ્ર જીવન - મારી શાળા

આ જીવન આચાર્ય તરીકે ની ભેખ ધરી મારા તન – મન ને જીવન ને મારી શાળાના સર્વાંગી વિકાસ માટે સમર્પિત કરીને એક આચાર્ય તરીકે નું ગૌરવ લેવાનું મન થાય છે. શાળા માત્ર ઈંટ, સિમેન્ટ, રેતીનું માળખું નથી , તેમાં જીવંતતા જોઈએ અને આ જીવંતતા શિક્ષકોના સમર્પણ થી જ આવી શકે.

આપણી શાળામાં થતી વિવિધ પ્રવૃતિઓ શાળાના વાતાવરણને જીવંત બનાવે છે. શાળામાં શિક્ષણની સાથે સાથે શિક્ષણેતર પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું ધ્યેય સિધ્ધ કરવામાં આવે છે. બાળકો વડીલોનો આદર કરતા શીખે તે માટે દાદા – દાદી દિવસ, આ ઉપરાંત વિજ્ઞાન દિવસ , રમતોત્સવ ,વાર્ષિકોત્સવ તથા વિવિધ સ્પર્ધા જેવી કે વકતૃત્વ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ફેન્સી ડ્રેસ સ્પર્ધા વગેરે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

આવી તમામ પ્રવૃતિઓ કરવા માટે શાળાના ડાયરેક્ટર સર શ્રી ભરતભાઈ પટેલ સાહેબ નું હંમેશા સતત માર્ગદર્શન મળતું રહે છે. તથા શાળાના તમામ ટ્રસ્ટી ગણ ના સહકાર અને પ્રોત્સાહન ને લીધે તથા કાર્ય કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા ને લીધે કાર્ય કરવાની પ્રેરણા , ઉત્સાહ અને બળ મળે છે.

આ તકે સૌ વાલી ભાઈ – બહેનોનો પણ આભાર માનવો જ રહ્યો જેમણે અમને હંમેશા પ્રોત્સાહન અને સહકાર આપ્યો છે. તેમજ હાલની પરિસ્થિતિમાં online શિક્ષણમાં પણ તેમણે અમને સહકાર આપ્યો અને એક પરિવારની જેમ સાથે રહ્યા છે


શાળાની સ્થાપના વર્ષ ૨૦૧૮ માં કરવામાં આવી. શાળા ૨૦૨૧ માં ત્રણ વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષમાં પ્રવેશી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓના સહકાર થી શાળા ડીંડોલી જેવા વિસ્તારમાં પોતાની આગવી છાપ ઊભી કરી શકી છે. એકવાર અવશ્ય અમારી શાળાની મુલાકાત લેવા હાર્દિક આમંત્રણ પાઠવું છું.

અંતમાં એટલું જરૂર કહીશ

“ જીવન ની દરેક ક્ષણ ઉજ્જવળ ભવિષ્ય નો સંદેશ લઈને આવે છે.”

B.Sc. , B.Ed.

Alternate Text
જાગૃતિ દિલીપ શાહ

આચાર્યા