પ્રાથમિક વિભાગમાં જે બાળક ગમ્મત સાથે જ્ઞાન મેળવતું હોય છે. તે જ બાળક જયારે ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં આવે ત્યારે તે પ્રવૃત્તિ સાથે જ્ઞાન મેળવવા સક્ષમ થાય છે. પ્રત્યેક બાળક મૌલિક પક્ષી છે. પ્રત્યેક ની પોતીકી પાંખો છે જે ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં ખીલી ઉઠે છે.
ઉચ્ચતર પ્રાથમિક વિભાગનું બાળક આત્મવિશ્વાસ સાથે કાર્ય કરે છે. પોતાની ઓળખ અને મૂલ્ય સમજી શકે છે. આ સ્તરનું બાળક પોતાનું વર્તન, રીતભાત, પરિણામ વગેરેનું અન્ય બાળક સાથે તુલના કરતાં શીખી જાય છે.
બાળકોની ભાષામાં ઘણો સુધારો થયા કરે છે. આંકડાની અનેક કરામતો જાણી કે લખી શકે છે. દરેક બાળક અલગ અલગ વિષયોમાં ભિન્ન ભિન્ન કૌશલ્ય ધરાવે છે. પોતાની રૂચી પ્રમાણેના વિષયમાં તેઓ વધારે રસ ધરાવે છે.
ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાંથી માધ્યમિક વિભાગમાં જવા માટે તે ઉત્તરોત્તર મહેનત કરતો જાય છે. ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં બાળકોને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે જેથી બાળકો શિક્ષણનો પોતાના રોજિંદા જીવન વ્યવહારમાં ઉપયોગ કરી શકે.